કોચીંગ (ટ્યુશન) સહાય યોજના રૂ.15000/- ની સહાય કોને કોને મળી શકે ?
- કોચીંગ (ટ્યુશન) સહાય યોજના રૂ.15000/- ની સહાય બિન-અનામત વર્ગના વિદ્યાર્થીઓ ને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨ માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓ ને પ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાયઆપવામાં આવશે. ” ટ્યુશન સહાયની યોજનામાં શાળા / કોલેજમાં ભરેલ શિક્ષણ કે ટ્યુશન ફી મળવાપાત્ર નથી. શાળા કોલેજ સિવાય બહાર વધારાનુ ટયુશન લેવામાં આવે તે અન્વયેની રકમ સહાય તરીકે મળવા પાત્ર થાય છે “
કોચીંગ (ટ્યુશન) સહાય યોજના વિશે :
- ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા:૩૦/૯/૨૦૧૭ના ઠરાવ:ક્રમાંક:સશપ/૧૨૨૦૧૭/૫૬૮૪૫૧/અ થી ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે.નિગમની રચનાનો ઉદ્દેશ બિનઅનામત વર્ગના જ્ઞાતિના લોકોના આર્થિક,અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક:ઇબીસી/૧૦૨૦૧૮/૮૧૪/અ. તા:૧૫/૦૮/૨૦૧૮ તથા તા :૨૫/૦૧/૨૦૧૯ થી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ.જે પૈકી બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ -૧૦ માં ૭૦ ટકા હોય તેવા ધોરણ-૧૧,૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂ.૧૫૦૦૦/- કોચીંગ (ટ્યુશન) પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.બિનઅનામત વર્ગનાં નિયત લાયકાત ધરાવતા કોચીંગ(ટ્યુશન) ક્લાસમાં ભણતા ધોરણ ૧૧ અને ધોરણ-૧૨ ના વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓને સીધી સહાય (ડી.બી.ટી.)મળવાપાત્ર થશે.
કોચીંગ (ટ્યુશન) સહાય યોજના નું સ્વરૂપ :
- બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ -૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ હોય તેવા ધોરણ-૧૧,૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂ.૧૫૦૦૦/-(કોચીંગ)ટ્યુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. કોચીંગ ક્લાસમાં ભણતા ધોરણ -૧૧ અને ધોરણ -૧૨ ના વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓને સીધી સહાય (ડી. બી.ટી.)મળવાપાત્ર થશે.
- વિદ્યાર્થી દીઠ પ્રતિ વર્ષ વાર્ષિક રૂ.૧૫૦૦૦/- અથવા ખરેખર ભરેલ ફી બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે.
- દરેક વર્ષમાં એક જ વાર સહાય મળવાપાત્ર થશે.
કોચીંગ (ટ્યુશન) સહાય યોજના પાત્રતા ના માપદંડો :
- સહાય મેળવવા માટે ધો૨ણ-૧૦ મા ૭૦ ટકા કે તેથી વધુ ગુણ હોવા જોઇશે.
- આવકમર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.
- આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે સંસ્થાની પસંદગી અંગે નીચે મુજબના ધારા ધોરણોને ધ્યાને લેવાના રહેશે.
- સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ -૨૦૧૩ અગર તો સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઇશે.
- સંસ્થા ન્યૂનતમ ૩ વર્ષ કરતા વધુ સમયથી કાર્યાન્વિત હોવી જોઇશે.
- સંસ્થા સરકારશ્રીના વિવિધ કાયદાઓ જેવા કે, GST, Income Tax,અગરતો પ્રોફેશનલ ટેક્ષ વિગેરે કાયદા હેઠળ જરૂરી કિસ્સામાં નોંધણી નંબર ધરાવતી હોવી જોઇશે.
- સંસ્થા ન્યૂનતમ ૩૦ વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ ચલાવતી હોવી જોઇશે.
જરૂરી ડૉક્યુમેન્ટ :
- આધારકાર્ડની નકલ
- ઉંમરનો પુરાવો(જન્મનું પ્રમાણપત્ર/લિવિંગ સર્ટિફીકેટ)
- રહેઠાણનો પુરાવો
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- ધોરણ-૧૦ ની માર્કશીટની નકલ
- શાળાનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું બોનાફાઇડ સર્ટીફીકેટ
- ટ્યુશન ક્લાસની વિગત (ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે)
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ
- નોંધ : આ યોજનાનો લાભ ફક્ત ઓપન / EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે.
ફોર્મ કઈ રીતે ભરવું :
- PDF ફાઈલ માં બતાવ્યા મુજબ ફોર્મ ભરી શકો છો.
PDF ફાઇલ : અહી ક્લિક કરો
રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો
લૉગિન માટે : અહી ક્લિક કરો