Jamnagar Health Department Recruitment 2024 has published an Advertisement for the various Posts Data Entry Operator, Senior DR TB HIV Supervisor, Account cum Data Assistant. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for thisData Entry Operator, Senior DR TB HIV Supervisor, Account cum Data Assistant .You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for New Civil hospital Surat Recruitment 2024. Keep checking Gujaratbharti.com regularly to get the latest updates for Jamnagar Health Department Recruitment 2024.
Jamnagar Health Department Recruitment 2024
- કરાર આધારીત ભરતી માટેની જાહેરાત સીટી ટીબી ઓફિસ મ્યુન્સીપાલ કોર્પોરેશન, જામનગર સીટીઆરોગ્ય સોસાયટી, જામનગર અંતર્ગત NHM નું અમલીકરણ સીટીમાં કરવામાં આવી રહેલ છે. આ અંતર્ગત ટીબી કાર્યક્રમ હેઠળ વિવિધ સંવર્ગ ની ૧૧ માસના કરાર આધારીત જગ્યાઓ ભરવા પસંદગી યાદી તથા પ્રતિક્ષાયાદી બનાવવાની થાય છે. આ જગ્યાઓ માટેની જરુરી વિગતો આરોગ્ય સાથી ની વેબસાઇટ https://arogya sathi.gujarat.gov.in પર પ્રદર્શિત કરેલ છે. ઈચ્છુક ઉમેદવારે PRAVESH ઓપશન પર જઈ તેમનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યાર બાદ CURRENT OPENINGS પર જઈ પોતાની ઉમેદવારી તા. ૨૯/૧/૨૦૨૪ સુધીમાં નોંધાવાની રહેશે. કોઈપણ પોસ્ટ માટે અગાઉ અરજી કરેલ હોઈ, તેવા ઉમેદવારોએ પણ ફરીથી અરજી કરવાની રહેશે. જાહેરાતની તમામ વિગતો વાંચીને પછી અરજી કરવી.
- સીટી આરોગ્ય સોસાયટી, જામનગર અંતર્ગત NHMનું અમલીકરણ સીટીમાં કરવામાં આવી રહેલ છે. જેમાં NTEP નો સમાવેશ થાય છે. કાર્યક્રમના અમલીકરણ માટે સીટી આરોગ્ય સોસાયટીને કરારના ધોરણે નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવાની તેમજ ભવિષ્યમાં ખાલી થનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી બનાવવાની થાય છે.
Last Date : 29-01-2024
Jamnagar Health Department Recruitment 2024 – Job Post :
- એકાઉન્ટન્ટ (એન.ટી.ઈ.પી.) (જગ્યા—૧)
- ડેટા એન્ટ્રી ઓપરેટર – (એન.ટી.ઈ.પી.) (જગ્યા—૧)
- સીનીયર ડી.આર.ટી.બી એચ.આઈ.વી.સુપરવાઈઝર(સીનીયર ડોટસ પ્લસ એન્ડ ટીબી એચ.આઈ.વી. સુપરવાઈઝર. – એન.ટી.ઈ.પી.) (જગ્યા−૧)
Jamnagar Health Department Recruitment 2024 – Educational Qualification :
- .એકાઉન્ટન્ટ (એન.ટી.ઈ.પી.) – : વાણીજય (કોમર્સ) સ્નાતક કરેલ હોવો જોઈએ. અને MS. Office, એકાઉન્ટ સોફ્ટવેરનું કૌશલ્ય તેમજ ઓફિસ મેનેજમેન્ટ તથા ફાઈલીંગ સિસ્ટમમાં મુળભુત જ્ઞાન, ગુજરાતી તથા અંગ્રેજી બંનેમાં ટાઈપીંગની કુશળતા જરૂરી. અનુભવ સોફ્ટવેર ઓછામાં ઓછો ૨ વર્ષ.ઈચ્છનીયઃ—(૧)પ્રમાણીત સંસ્થા નો ઓડીટનો અનુભવ.(૨) એમ.બી.એ. અથવા પીજી ડીપ્લોમાં ઈન ફાઈનાન્સ મેનેજમેન્ટ કોર્પ.
- ડેટા એન્ટ્રી ઓપરેટર – : મધ્યવર્તી (10+2) સાથે ડીપ્લોમાં ઈન કોપ્યુટર એપ્લીકેશન,તથા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કોમ્પ્યુટર ટાઈપીંગ સ્પીડ(૪૦ ડબલ્યુ પી.એમ.) તથા એમ.એસ.ઓફિસનો કોમ્પ્યુટર સોફટવેરનો અનુભવ. ઇચ્છનીય : ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરવાનો ૧ વર્ષનો અનુભવ.
- સીનીયર ડી.આર.ટી.બી એચ.આઈ.વી.સુપરવાઈઝર(સીનીયર ડોટસ પ્લસ એન્ડ ટીબી એચ.આઈ.વી. સુપરવાઈઝર. – એન.ટી.ઈ.પી – :
સ્નાતક અને કોમ્પ્યુટરનો સર્ટીફીકેટ કોર્ષ.તથા ટુ વ્હીલર ડ્રાઈવીંગ લાઈસન્સ તથા ટુ વ્હીલર ડ્રાઈવ કરવાની ક્ષમતા.ઇચ્છનીય (૧) એન.ટી.ઈ.પી.માં કામ કરવાનો ૨ વર્ષનો અનુભવ અથવા ૫ વર્ષનો જાહેર આરોગ્યમાં સુપરવાઈઝરનો અનુભવ (૨) સારૂ પ્રતિઆયન કૌશલ્ય તથા સ્થાનીક ભાષના જાણકાર.
Jamnagar Health Department Recruitment 2024 – Salary :
- એકાઉન્ટન્ટ (એન.ટી.ઈ.પી.) – કુલ મળવાપાત્ર ભથ્થું રૂા. ૧૩,૦૦૦/– પ્રતિ માસ.
- ડેટા એન્ટ્રી ઓપરેટર – (એન.ટી.ઈ.પી.)– કુલ મળવાપાત્ર ભથ્થું રૂા. ૧૨,૦૦૦/– પ્રતિ માસ.
- સીનીયર ડી.આર.ટી.બી એચ.આઈ.વી.સુપરવાઈઝર(સીનીયર ડોટસ પ્લસ એન્ડ ટીબી એચ.આઈ.વી. સુપરવાઈઝર. – એન.ટી.ઈ.પી.) – કુલ મળવાપાત્ર ભથ્થું રૂા. ૨૦,૦૦૦/– પ્રતિ માસ.
Jamnagar Health Department Recruitment 2024 – Selection Process :
- કામગીરી અનુરૂપ જરૂરી જણાયે ઉમેદવારની લેખિત પરિક્ષા/પ્રેકટીકલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાથી મેરીટ મુજબના ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. જેમાથી જરૂરીયાત મુજબના ઉમેદવારોને પસંદ કરી બાકીના ઉમેદવારોની પ્રતિક્ષા યાદી બનાવવામાં આવશે. પસંદ કરાયેલ ઉમેદવારને ૧૧ માસના કરારના ધોરણે નિયુકતી આપવામાં આવશે. જે ઉમેદવારના કોન્ટ્રાકટ પીરીયડ દરમ્યાન ઉમેદવારની કામગીરીના આધારે પ્રોગ્રામની મુદત સુધી લંબાવી શકાશે.
Jamnagar Health Department Recruitment 2024 – અરજી સાથે અપલોડ કરવાના થતા પ્રમાણપત્રોની યાદી :-
- સીનીયર ડી.આર.ટી.બી એચ.આઈ.વી.સુપરવાઈઝર(સીનીયર ડોટસ પ્લસ એન્ડ ટીબી એચ.આઈ.વી. સુપરવાઈઝર. – એન.ટી.ઈ.પી.) :–
(૧) ડીગ્રીની છેલ્લા વર્ષની માર્કશીટ (કમ્પલસરી ફીલ્ડ)
(૨) કોમ્પ્યુટર સર્ટીફીકેટ (કમ્પલસરી ફીલ્ડ)
(૩) ટુ વ્હીલર ડ્રાઈવીંગ લાઈસન્સ (કમ્પલસરી ફીલ્ડ)
(૪) ઉમરનો પુરાવો. (કમ્પલસરી ફીલ્ડ)
(૫) અનુભવનું પ્રમાણપત્ર (કમ્પલસરી ફીલ્ડ) - એકાઉન્ટન્ટ કમ ડેટા આસી. :–
(૧) બી.કોમ ડીગ્રીની છેલ્લા વર્ષની માર્કશીટ (કમ્પલસરી ફીલ્ડ)
(૨) એટેમ્પ્ટ સર્ટીફીકેટ (કમ્પલસરી ફીલ્ડ)
(૩) ડીપ્લોમાં/સર્ટીફીકેટ કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર/માર્કશીટ (કમ્પલસરી ફીલ્ડ)
(૪) અનુભવનું પ્રમાણપત્ર (કમ્પલસરી ફીલ્ડ)
(૫) ઉમરનો પુરાવો. (કમ્પલસરી ફીલ્ડ)
(૬) એમ.બી.એ. અથવા પીજી ડીપ્લોમાં ઈન ફાઈનાન્સ મેનેજમેન્ટ કોર્ષ - ડેટા એન્ટ્રી ઓપરેટર :-
(૧) ૧૨ માર્કશીટ (કમ્પલસરી ફીલ્ડ)
(૨)ડીપ્લોમાં કોમ્પ્યુટર એપલીકેશન માર્કશીટ (કમ્પલસરી ફીલ્ડ)
(૩) લગત અનુભવનું પ્રમાણપત્ર (કમ્પલસરી ફીલ્ડ)
(૪) ઉમરનો પુરાવો (કમ્પલસરી ફીલ્ડ)
Jamnagar Health Department Recruitment 2024 – ઓન લાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ :–
- ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ધ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
- સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.
- અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી / ડીપ્લોમા / ગ્રેજયુએશનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે. જે જગ્યા કોમ્પ્યુટર કામગીરી સંલગ્ન હશે તે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
- જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.
- ઉકત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર હવેથી ફકત ઈ–મેઈલ દવારા જ કરવામાં આવશે જેથી ઈ–મેઈલ આઈ.ડી. ચકાસીને નાખવાનું રહેશે.
- ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે વધારો કે ધટાડો કરી શકાશે.
- જાહેર નિવીદામાં ક્રમ નં. ૧ થી ૩ ની જાહેરાતમાં તેઓની શૈક્ષણિક લાયકાત ઉપરાંત આરોગ્યવિભાગમાં કરેલ કામગીરીના અનુભવને ધ્યાને લઈ મેરીટ બનાવવામાં આવશે.
- નિમણુંકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેમજ ઉપરોકત ભરતી પ્રક્રીયા બાબતે તમામ આખરી નિર્ણય મિશન ડાયરેકટરશ્રી, સીટી હેલ્થ સોસાયટી અને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, જામનગરનો રહેશે.
Job Advertisement : Click Here
Apply Online : Click Here