Betri Sanchalit tri-Chaki Yahan Yojna 2024-25 | બેટરી સંચાલિત ત્રિ ચક્રીય વાહન યોજના

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me
બેટરી સંચાલિત ત્રિ ચક્રીય વાહન યોજના Betri Sanchalit tri-Chaki Yahan Yojna 2024-25
રિક્ષા લેવા માટે Rs.48000/- ની સહાય…
 • કોણ અરજી કરી શકે ?
  વ્યક્તિગત અને સંસ્થાકીય અરજદારો.
 • અરજીપત્રક ક્યાંથી ઉપલબ્ધ થશે ?
  જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા જેડાની વેબસાઇટ geda.gujarat.gov.in
 • અરજી સાથે શું વિગતો આપવાની થાય છે ?
  (અ)વ્યક્તિગત અરજદાર
  આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ

  ત્રિ ચક્રી વાહન ચલાવવા માટેના ડ્રાઈવિંગ લાયસન્સની સ્વપ્રમાણિત નકલ
  અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/દિવ્યાંગ/મહિલા સાહસિક/સ્ટાર્ટઅપ સાહસિક/ સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ/અતિગરીબ/બિન અનામત વર્ગનાં આર્થિક પછાત અંગેના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો)
  (બ) સંસ્થાકીય અરજદાર
  સંસ્થાની નોંધણીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સંસ્થાના લાઇટ બિલ/પ્રોપર્ટી ટેક્ષ બિલની સ્વપ્રમાણિત નકલ સંસ્થાનો ત્રિ ચક્રી વાહન ખરીદવા અને વપરાશ કરવા અંગેનો ઠરાવ.
 • અરજીપત્રક કોને જમા કરાવવાનું રહેશે ?
  અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને અધિકૃત કરેલ ઉત્પાદકોનાં ડીલર્સ અથવા જેડા કચેરીમાં જમા કરાવવાનાં રહેશે.
 • પ્રાથમિકતાના ધોરણો
  વ્યક્તિગત – રિક્ષાચાલક/મહિલા સાહસિક/યુવા સ્ટાર્ટઅપ સાહસિક/શિક્ષિત બેરોજગાર/ અનુસૂચિત જાતિ/સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ/અતિ ગરીબ/અનુસૂચિત જનજાતિ/દિવ્યાંગ/બિનઅનામત વર્ગના આર્થિક પછાત
  સંસ્થાકીય – સહકારી મંડળીઓ/યાત્રાધામો/બિન નફાકારક સંસ્થાઓ/સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ/શૈક્ષણિક સંસ્થાઓ.
 • આ અંગે રાજ્ય સરકારની કેટલી સબસિડી મળવાપાત્ર છે ?
  રૂ।. ૪૮,૦૦૦/- પ્રતિ વાહન
 • સબસિડીનો લાભ કઇ રીતે મળશે ?
  જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી જમા કરાશે.
 • વાહનોના અધિકૃત ઉત્પાદક, મોડલ, મહત્તમ ભાવ તથા તેમના ડીલર્સની માહિતી કયાંથી ઉપલબ્ધ થશે ?
  જેડાની વેબસાઇટ geda.gujarat.gov.in
 • સંપર્ક સૂત્ર :
  ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (જેડા), ગાંધીનગર ફોન નં.: ૦૭૯-૨૩૨૫૭૨૫૧-૫૩ તથા માન્ય ઉત્પાદક

માન્ય ઉત્પાદકો :  ૧. વર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ, વડોદરા ૭૭૭૯૦૪૩૨૪૧, ૨. કાઇનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ, પુણે ૯૦૯૬૦૦૧૧૧૦, ૩. મહિન્દ્રા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ, બેંગલોર ૯૬૨૪૦૧૪૭૫૭, ૪. અતુલ ઓટો લિમિટેડ, રાજકોટ ૮૯૮૮૮૭૦૯૯૯, ૫. દિલ્લી ઇલેક્ટ્રિક ઓટો પ્રાઇવેટ લિમિટેડ હરિયાણા ૯૩૫૦૨૦૯૬૫૯, ૬. ઓક્યુલસ ઓટો ઇન્ડસ્ટ્રીઝ એલએલપી, હિંમતનગર ૯૬૩૮૭૨૭૫૭૬, ૭. ઇબઝ મોબિલિટી એલએલપી, અમદાવાદ ૯૯૦૯૬૦૧૨૩૬

ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી
GUJARAT ENERGY DEVELOPMENT AGENCY
ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી,
ચોથો માળ, બ્લોક નં. ૧૧-૧૨, ઉદ્યોગ ભવન, સેક્ટર-૧૧, ગાંધીનગર. સંપર્ક : ફોન ઃ ૦૭૯-૨૩૨૫૭૨૫૧, ૫૩
ઇ-મેઇલ : director@geda.org.in વેબ સાઈટ : www.geda.gujarat.gov.in

વધુ માહિતી માટે : અહી ક્લીક કરો
વેબસાઈટ માટે    : અહીં ક્લીક કરો