CCE Form Important Updates 2024 | CCE નુ ફોર્મ ભરેલ છે તેની માટે અગત્યની જાહેરાત….

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow Me

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III (Group-A and Group-B) (Combined Competitive Examination) માટે તારીખ: ૦૪-૦૧-૨૦૨૪ થી તારીખ: ૩૧-૦૧-૨૦૨૪ (૨૩.૫૯ કલાક સુધી) દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. સદરહું જાહેરાત માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારોએ ઓનલાઈન અરજી Confirmed કરેલ છે, પરંતુ પરીક્ષા ફી ઓનલાઈન ભરેલ ન હોવાનું મંડળને ધ્યાને આવેલ છે.

CCE Form Important Updates 2024 | CCE નુ ફોર્મ ભરેલ છે તેની માટે અગત્યની જાહેરાત….

જે ઉમેદવારની ઓનલાઈન એપ્લીકેશન તારીખ: ૩૧.૦૧.૨૦૨૪ સુધીમાં Confirmed થયા પછી, ટેકનીકલ કે કોઈ અન્ય કારણોસર ઉમેદવાર જો ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકેલ નથી, ફક્ત તેવા ઓનલાઈન એપ્લીકેશન Confirmation Number ધરાવતા ઉમેદવારોએ તારીખ: ૦૧.૦૨.૨૦૨૪ અને તારીખ: ૦૨.૦૨.૨૦૨૪ ના રોજ કચેરી સમય દરમ્યાન નિયત પરીક્ષા ફી ભરવા અંગેનું માર્ગદર્શન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે રૂબરૂ માં મેળવી શકશે. આ માટે ઉમેદવારે તેઓના Confirmation Number, જન્મ તારીખ તથા Online Payment માટે ડેબીટકાર્ડ, ઈન્ટરનેટ બેંકીંગ, UPI અથવા Wallet થી પેમેન્ટ કરવા અંગેની જરૂરી વિગતો સાથે મંડળ ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.

OJAS Website પર ઓનલાઈન એપ્લીકેશન Confirmed કરવાની છેલ્લી તારીખ: ૩૧.૦૧.૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીની છે, ઉમેદવારોએ તેની નોંધ લેવી.

Important Links :

Official Website          : Click Here
Official Notification   : Click Here