GSSSB Recruitment 2024: The Gujarat Gaun Seva Pasandgi Mandal has come up with 4304 vacancies for GSSSB Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts posts. The officials have announced that young aspirants with consistent academic records can apply online for GSSSB Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts Recruitment 2024. The online registration window started from 04-01-2024 onwards at the official website.
The online registration window started from 04-01-2024 onwards at the official website. For more details regarding the GSSSB Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts Recruitment drive and a direct link to apply online for GSSSB Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts Recruitment go through the article below.Keep checking Gujaratbharti.com regularly to get the latest updates.
Job Post :
- હેડ ક્લાર્ક
- સીનીયર ક્લાર્ક
- ઓફિસ આસિસ્ટન્ટ
- કલેક્ટર કચેરીના ક્લાર્ક
- કાર્યાલય અધિક્ષક
- કચેરી અધિક્ષક
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨
- સ્ટેમ્પ નિરીક્ષક
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- ગૃહમાતા
- ગૃહપતિ
- મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
- જુનીયર આસીસ્ટન્ટ
- જુનિયર ક્લાર્ક
- આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર
Total No. of Posts:
- 4304
Educational Qualification :
- ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત
યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી
અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે. - ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની
કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે. - ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- Please Read official Notification For Education Qualification Details
Salary :
- હેડ ક્લાર્ક : 40800/-
- સીનીયર ક્લાર્ક : 26000/-
- ઓફિસ આસિસ્ટન્ટ : 26000/-
- કલેક્ટર કચેરીના ક્લાર્ક : 26000/-
- કાર્યાલય અધિક્ષક : 49600/-
- કચેરી અધિક્ષક : 49600/-
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧ : 40600/-
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨ : 40800/-
- સ્ટેમ્પ નિરીક્ષક : 40800/-
- સમાજ કલ્યાણ નિરીક્ષક : 40800/-
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી : 49600/-
- સમાજ કલ્યાણ નિરીક્ષક : 40800/-
- ગૃહમાતા : 26000/-
- ગૃહપતિ : 26000/-
- મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી : 49600/-
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી : 49600/-
- ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર) : 40800/-
- જુનીયર આસીસ્ટન્ટ : 26000/-
- જુનિયર ક્લાર્ક : 26000/-
- આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર : 26000/-
Age Limit :
- ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
- તારીખ: ૩૧.૦૧.૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇશે.; અને
ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો- ૧૯૬૭ ની જોગવાઇ અનુસાર રહેશે.
Application Fee :
- General: Rs. 500/-
- Others: Rs. 400/
- પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
Exam Pattern :
તબક્કો ૧ : પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ – A અને ગ્રુપ – B માટે સંયુક્ત પરીક્ષા) (CBRT પધ્ધતિથી)
- મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ – A અને ગ્રુપ – B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
- પ્રાથમિક પરીક્ષા ૧૦૦ પ્રશ્નોના પ્રશ્નદીઠ ૧ ગુણ લેખે કુલ ૧૦૦ ગુણ ની રહેશે. પરીક્ષાનો સમય ૬૦ મિનિટનો રહેશે.
- પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ નેગેટીવ માર્કીંગ રહેશે.
- દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની ૨૦ મીનીટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.
પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનીંગ ટેસ્ટ માટે છે, પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહી. - અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.
- પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ – A અને ગ્રુપ – B માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. અને ગ્રુપ-A અને ગ્રુપ-B માટે મેરીટસના આધારે ભરવાની થતી કેટેગરીવાઇઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને ગ્રુપ – A અને ગ્રુપ – B માટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.
- મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે.
આ પરીક્ષા Computer Based Response Test (CBRT) પદ્ધતિથી મલ્ટી સેશનમાં યોજવાની હોઈ ઉમેદવારોનું નોર્મલાઈઝેશન પધ્ધતિથી યોગ્ય મુલ્યાંકન કરી પરીક્ષાનું પરીણામ તૈયાર કરવામાં આવશે તથા નોર્મલાઈઝેશન પદ્ધતિ બાદના ઉમેદવારના માર્કસને પસંદગી યાદી તૈયાર કરવા તથા કટ-ઓફ માર્કસને માટે ગણતરીમાં લેવામાં આવશે.
તબક્કો – ૨ : મુખ્ય પરીક્ષા
- પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૮-૦૫-૨૦૨૩ના જાહેરનામા મુજબ ગ્રુપ-A માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ-B માટે MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ Appendix-G મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-H મુજબ રહેશે.
લઘુત્તમ લાયકી ધોરણ:
- પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યુનત્તમ ગુણવત્તા ધોરણ ૪૦ ટકા રાખવામાં આવેલ છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ ૪૦ ટકા માર્કસ નિયત કરવામાં આવેલ છે. તેમાં કોઇપણ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માર્કસ કરતાં ઓછું ન્યુનતમ ગુણવત્તા ધોરણ (Qualifying Standard) કોઇપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં.